આમોદ ઢાઢર નદીમાં પાણીની સપાટી 95.5 ફૂટે પહોંચી 

Update: 2017-08-30 05:02 GMT

ઢાઢર નદીમાં પાણીનાં સ્ત્રોતમાં સતત વધારો થઇ રહ્યો છે.અને નદીની જળ સપાટી 95.5 ફૂટે પહોંચતા વહીવટી તંત્રનાં અધિકારીઓ દ્વારા પૂર થી પ્રભાવિત થતા ગામોની મુલાકાત લેવામાં આવી હતી.

આમોદ ઢાઢર નદીમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.અને નદીની જળ સપાટી હાલમાં 95.5 ફૂટે પહોંચી છે.

ત્યારે પુરથી પ્રભાવિત થતા જુના વડિયા ,નવા વડિયા , જુના દાદાપોર,નવા દાદાપોર,રાણીપુરા,ગામની અધિકારીઓ એ મુલાકાત લીધી હતી.

આમોદ જંબુસરનાં લાઈઝનિંગ અધિકારી પટેલ,નાયબ મામલતદાર જનક તાપીયાવાલા,નાયબ મામલતદાર અને ડિઝાસ્ટર અધિકારી એમ.એમ,ઠાકોરે ગામોની મુલાકાત લઈને ગ્રામજનોને સાવચેત રહેવા માટેની સૂચના આપી હતી

Tags:    

Similar News