આમોદ તાલુકામાં શૌચાલયના કોન્ટ્રાક્ટરોને વળતર નહિ મળતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી 

Update: 2017-03-04 14:29 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં શૌચાલયો બનાવનાર કોન્ટ્રાકટરોનું વળતર છેલ્લા દોઢ વર્ષથી જવાબદાર તંત્ર દ્વારા ચુકવામાં નહિ આવતા કોન્ટ્રાક્ટરોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આમોદ તાલુકા પંચાયત દ્વારા વિવિધ ગામોના સરપંચો સાથે શૌચાલયો બનાવવા અંગેના MOU પણ કરવામાં આવ્યા હતા.જયારે 20 કોન્ટ્રાક્ટરો દ્વારા 30 ગામોમાં 1133 શૌચાલયો બનાવવામાં આવ્યા હતા.પરંતુ તેની પાછળ થયેલા ખર્ચના નાણાં રૂપિયા 1,36,96000 છેલ્લા દોઢ વર્ષથી ચૂકવવામાં નહિ આવતા કોન્ટ્રાક્ટરોની હાલત કફોડી બની છે.

જે સંદર્ભે કોન્ટ્રાકટરો આમોદ તાલુકા વિકાસ અધિકરીને આવેદન પત્ર પાઠવવા માટે ગયા હતા,પરંતુ તેઓની રજૂઆતનો અસ્વીકાર થતા કોન્ટ્રાકટરો દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

Tags:    

Similar News