ઈસરો દ્વારા આજે શ્રીહરિકોટા લોન્ચિંગ મથકેથી ઉપગ્રહ 'જીસેટ-૬એ' લોન્ચ કરવામાં આવશે 

Update: 2018-03-29 04:56 GMT

ઈસરો દ્વારા આજે શ્રીહરિકોટા લોન્ચિંગ મથકેથી ઉપગ્રહ 'જીસેટ-૬એ' લોન્ચ કરવામાં આવશે. જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર નહીં થાય તો સાંજે ૧૬:૫૬ કલાકે સતિષ ધવન સ્પેસ સેન્ટરના બીજા નંબરના લોન્ચ પેડ પરથી 'જીએસએલવી-એફ૦૮'માં સવાર થઈ ઉપ્રગ્રહ લોન્ચ થશે.

જીએસએલવી રોકેટમાં પ્રથમવાર સ્વદેશમાં બનેલું ક્રાયોજેનિક એન્જિન વપરાશે. આ લોન્ચિંગ માટે ૨૭ કલાકનું કાઉન્ટડાઉન શરૃ થઈ ચૂક્યુ છે. આ એન્જિનને ઈસરોએ દુરદૃષ્ટા વિજ્ઞાાની ડો.વિક્રમ સારાભાઈના નામે 'વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ) નામ આપ્યું છે.'

જોકે એન્જિનનું ટેકનિકલ નામ તો 'હાઈ ટ્રસ્ટ ક્રાયોજેનિક એન્જિન (એચટીસીઈ)' છે. ઈસરોના વિજ્ઞાાની નામ્બી નારાયણ પાસે જ્યારે આ એન્જિન બનાવવાની ચેલેન્જ આવી ત્યારે જ તેમણે ૧૯૭૩માં તેને વિક્રમ અંબાલાલ સારાભાઈ નામ આપી દીધું હતુ.

આજે લોન્ચ થનારો ઉપગ્રહ જીસેટ-૬એ કમ્યુનિકેશન સેટેલાઈટ છે. ઉપગ્રહનું વજન ૨ ટન છે, તેને તૈયાર કરવામાં અંદાજે ૨૭૦ કરોડ રૃપિયાનો ખર્ચ થયો છે, જ્યારે એ દસ વર્ષ સુધી કાર્યરત રહેશે. જીઓસિન્ક્રોનસ એટલે કે ભુસ્થિર પ્રકારનો હોવાથી આ ઉપગ્રહ ૩૫,૯૭૫ કિલોમીટરની ઊંચાઈ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરશે.

 

Tags:    

Similar News