કચ્છ: મુંદ્રામાં મંજૂરી વિના ખેતરમાં નંખાયેલ પાઇપલાઇન સામે ખેડૂતોએ કર્યો વિરોધ

Update: 2019-11-30 10:36 GMT

કચ્છનાં મુન્દ્રા તાલુકાના ત્રગડી થી ગુંદાલા ગામના પટ્ટાની ફળદ્રુપ જમીનો પર

મિત્તલ કંપનીએ માઠી નજર નાખી છે. અહીંના 12 થી 13 ગામોના 700 થી 750 ખેડૂતોની કોઈ

પણ પ્રકારની મંજૂરી લીધા વિના કંપનીએ ફળદ્રુપ જમીનમાંથી ગેસની પાઇપલાઈન કાઢવાનો

નિર્ણય કર્યો છે. આ માટે નોટિસો ફટકારી છે. ત્યારે ખેડૂતોને રોજીરોટી છીનવાઈ જશે

તેવી ભીતિ સાથે ગળગળા થઈ ગયા હતા અને આત્મહત્યાનું પગલું ભરવાની વાત પણ ઉચ્ચારાઈ

છે.

મુન્દ્રા તાલુકાના ત્રગડી ગામથી ગુંદાલા સુધી એચપીસીએલ મિત્તલ કંપની દ્વારા

હાઇડ્રોકાર્બન પરિવહન માટે પાઇપ લાઇન નાખવામાં આવનાર છે. જેના કારણે અહીંના

ખેડૂતોના વર્ષોથી ઉછેરેલા ઝાડો અને ઊભા પાકો ની સાથે સાથે ફળદ્રુપ જમીનને નુકશાન

થવાની ભીતિ સેવાઇ છે. ત્યારેખેડૂતોએ વિરોધ દર્શાવવા ભુજપુર ખાતે ધરણા યોજ્યા હતા

કંપનીએ ખેડૂતોની સહમતી લીધા વિના જ નોટિસો ફટકારી મનસ્વી વલણ અપનાવ્યું છે.

આ પટ્ટાના 12 થી 13 ગામોમાંથી પાઇપલાઈન પસાર થવાની છે. જેના કારણે ઘટાદાર

વૃક્ષોનો સોથ વળી જશે અને 700 થી 750 ખેડૂતો અસરગ્રસ્ત બનશે ત્યારે આ સારી અને

ખેતી લાયક જમીનમાંથી પાઇપ લાઈન પસાર કરવાના બદલે અન્ય ખરાબાની જમીનમાંથી પસાર

કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. કચ્છ આખો રણ પ્રદેશ છે. પણ મુન્દ્રાના ત્રગડી થી

ગુંદાલાના 10 કિલોમીટરના પટ્ટામાં ખેતીનો સારો વિકાસ થયો છે.

ખેડૂતોએ 20- 20 વર્ષથી કેરી,ખારેક,ચીકુ,દાડમના ઝાડ ઉછેર્યા છે કંપનીએ સ્થાનિકે તપાસ

કર્યા વિના ખેડૂતોની મંજૂરી લીધા વિના ઓફિસે બેઠા બેઠા ઓર્ડર કરી તમારી જમીનમાંથી

પાઇપ લાઈન નીકળશે અને તમારે સુનાવણીમાં હાજર રહેવાનું છે. જો હાજર નહિ રહો તો

તમારી સહમતી છે. તેવું માની લેવામાં આવશે તેવી નોટિસો બહાર પાડી છે.

કંપની બાગાયત વિસ્તાર માંથી પાઇપ લાઈન કાઢવા માંગે છે. જે ગેરવ્યાજબી છે અને

ખેતીનો સોથ વળી જશે, 20

વર્ષની મહેનત ફેઇલ થશે. ત્યારે કંપની ખેડૂતના હિતમાં નિર્ણય લે તે માટે સરકાર

સમક્ષ માંગ કરાઈ છે. અન્યથા આજે ધરણા કરવામાં આવ્યા છે. આગામી સમયમાં ઉપવાસ અને

પછી ના છૂટકે આત્મહત્યા કરવાનું પગલુ ભરવું પડશે તે માટેની ચીમકી ઉચ્ચારવામાં આવી

છે.

Similar News