કનેક્ટ ગુજરાત દ્વારા અંકલેશ્વર ખાતે પતંગોત્સવનું ભવ્ય આયોજન

Update: 2017-01-12 12:59 GMT

ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગ, સંગીત, ઉંધીયુ અને જલેબી, મિત્રો તેમજ પરિવારજનો સાથે હર્ષોલ્લાસથી ઉજવાતો તહેવાર.

ગુજરાતનું એક અગ્રણી ન્યુઝ પોર્ટલ "કનેક્ટ ગુજરાત" દ્વારા અંકલેશ્વરમાં 13 જાન્યુઆરીના રોજ જીઆઇડીસી વિસ્તારના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે સવારે 9 કલાકે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

મોટે ભાગે આ તહેવાર મિત્ર મંડળ અને પરિવાર સાથે ઉજવવામાં આવતો હોય છે જયારે કનેક્ટ ગુજરાત દ્વારા બાળઘરો, નારી સંરક્ષણ ગૃહ સહિતના જરૂરિયાત મંદ બાળકો સાથે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ સાથે તેમને પતંગો, ફીરકી, મીઠાઈ અને એક પ્રેરક પુસ્તક કે જે તેમના ભવિષ્યને ઉજ્જવળ કરવામાં મદદરૂપ બને એ ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

આ પ્રસંગમાં ગુજરાતના વિખ્યાત ન્યુટ્રીશન કન્સલ્ટન્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ ડૉ.પીનલ સુખડીયા સહિત અન્ય એનજીઓ પણ ભાગ લેશે.

 

Tags:    

Similar News