કરજણઃ શરીરે કેરોસીન છાંટીને સેવાસદને પહોંચ્યા, પોલીસે પરિવારને રોક્યો

Update: 2018-07-07 11:59 GMT

આરટીઆઈની અરજીથી ત્રસ્ત કોર્પોરેટરે પરિવાર આત્મવિલોપન કરવા સેવાસદન ખાતે પહોંચ્યા

કરજણ નગર પાલિકાના માજી કોર્પોરેટર ભીખાભાઈ ઠાકરડા પોતાના પરિવાર સાથે કરજણ તાલુકા સેવા સદનમાં આત્મવિલોપન માટે પહોંચ્યા હતા. જોકે પોલીસ સ્થળ ઉપર હાજર હોવાથી આત્મવિલોપનની કોશીષ કરતાં પહેલાં જ તમામ સભ્યોની પોલીસે અટકાયત કરી હતી.

કરજણ નગરના ભૂતપૂર્વ કોર્પોરેટર ભીખાભાઇ ઠાકરડાની વિરુદ્ધ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ મહેશ શાહએ વારંવાર અરજીઓ કરી હતી. જેમના માનસીક ત્રાસથી કંટાળી તેમજ અરજીઓને લઈને રોજગાર ધંધો બંધ થઈ જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. આજરોજ ભીખાભાઇના ભાઈએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈ કરજણ પોલીસે સવારથી તાલુકા સેવાસદન ખાતે બંદોબસ્ત રાખતા ભીખાભાઇ પોતાની પરિવારના સભ્યો સાથે કેરોસીન છાંટી તાલુકા સેવાસદન ખાતે ઘસી આવ્યા હતા. પોલીસે તેઓને પકડી લેતાં આત્મવિલોપન કરતા અટકાવ્યા હતા. પોલીસ ભીખાભાઇ અને પરિવારના તમામ સભ્યોને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો હતો.

Tags:    

Similar News