કેરીની અવનવી વાનગીઓ

Update: 2017-03-23 06:26 GMT

મેંગો લસ્સી

સામગ્રી :-

2 કેરીના નાના કટકા

સાદું દહીં 1 કપ

ખાંડ 3 ચમચી

આદુની પેસ્ટ 1 ચમચી

દૂધ 1/2 કપ

સમારેલા 2 પિસ્તા ડેકોરેશન માટૅ

રીત :- દૂધ સિવાયની બધી સામગ્રીને મિક્સર ગ્રાઈન્ડરમાં નાખીને મિક્સ કરો લો ,

ત્યારબાદ દૂધ અને બરફ સાથે એક વાસણમાં તે મિશ્રણ ભેગુ કરી લો

આ મિશ્રણ ગ્લાસમાં નાખીને પિસ્તાને સાથે સજાવીને ઠંડુ ઠંડુ સર્વ કરો

મેંગો રબડી

સામગ્રી :-

દૂધ - 2.1/2 કપ

પાકી કેરી :- 1 કપ

ખાંડ :- 1/4 કપ

પિસ્તા :- 5/6

બદામ :- 4

તજ પાવડર :- 1/4 ચમચી

કેસર :- 4 રેશા

રીત :- બદામને ગરમ પાણીમાં પલાળો અને 20 મિનિટ પછી તેની છાલ કાઠી નાખો

અને એને બદામને ઝીણી સમારી લો,પિસ્તા ને પણ બારીક સમારી લો,

કેરીને છોલી તેના ઝીણા ટુકડા કરો તેમાં થોડું દૂધ નાખીને મિક્સરમાં રસ બનાવી લો

એક પેનમાં દૂધને અડધુ થાય ત્યાં સુધી ઉકળવા દો.પછી એમાં ખાંડ ઉમેરો અને સગડીને ધીમી કરો, દૂધ જાડું થાય તો સગડી પરથી ઉતારી ઠંડુ કરો.

જયારે દૂધ ઠંડુ થઈ જાય તો તેમાં કેરીનું મિશ્રણ , એલચી પાવડર, સમારેલી પિસ્તા અને બદામ અને કેસર નાખો, હવે ઠંડુ કરી સર્વ કરો.

 

Similar News