કોલવણા ગામની ફૂટબોલ ટીમ નહેરુ યુવા કેન્દ્ર આયોજિત ટુર્નામેન્ટમાં ફાઇનલમાં વિજેતા

Update: 2019-02-11 06:59 GMT

નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્ધારા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ રમતોમાં અનેક ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ફૂટબોલની રમતમાં ચાર ટીમોએ ઝંપલાવ્યુ હતુ. આમોદના કોલવણા ગામની યુનાઇટેડ કોલવણા ફૂટબોલ ક્લબે પહેલેથી અદભુત દેખાવ કર્યો હતો. ભરૂચના સુહેલ પાર્કના ગ્રાઉન્ડ ઉપર ફાઇનલ મેચ કોલવણા અને નર્મદા ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઈ હતી.

મેચ દરમ્યાન કોલવણા ટીમના સેન્ટર ફોરવર્ડ ખેલાડી તબરેજ ઘંટીવાલાએ જોરદાર ગોલ કરતા પોતાની ટીમને ૧:૦ પોઇન્ટ ટેબલ થી જીત અપાવી હતી. શુકલતીર્થ ગામે યોજાયેલ ટ્રોફી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. નહેરુ યુવા કેન્દ્રનાવાયસી સુબ્રત ઘોષ, શુકલતીર્થના જમાદાર કનુભાઈ પટેલ , કમલેશભાઈ જોશી, એડવોકેટ જગદીશ પરમાર, મંગલેશ્વરના અગ્રણી સુનિલભાઈ સુતરીયા, ઓર્ગનાઇઝર નેલશન સુતરીયા સહિતના અગ્રણીઓના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યુ હતુ.

કોલવણા ફૂટબોલ ટીમે ગામનું ગૌરવ વધારતા ગામ આગેવાનોએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

 

Similar News