છોટાઉદેપુર : પોલીસે આરોપીને માર માર્યો હોવાનો આક્ષેપ, દલિત સમાજે યોજી રેલી

Update: 2019-12-02 16:18 GMT

છોટાઉદેપુર જિલ્લામાં પોલીસે દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપીને માર માર્યો હોવાના આક્ષેપ સાથે દલિત સમાજના લોકોએ રેલી યોજી તંત્રવાહકોને આવેદનપત્ર આપ્યું હતું. સમાજના અગ્રણી લલિતભાઇ રોહિતના જણાવ્યા મુજબ 25મી તારીખે પાવી જેતપુર તાલુકાના ભીખાપુરા ગામે કદવાલ પોલીસે પ્રોહિબીશનના ગુનામાં દલિત સમાજના આરોપીની અટકાયત કરવામાં આવી હતી. આ આરોપીને પોલીસે માર મારતાં તે એક સપ્તાહથી છોટાઉદેપુરની હોસ્પિટલમાં સારવાર લઇ રહયો છે.

પોલીસના

દમનના વિરોધમાં અને તેઓની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે દલિત સમાજના ૨૦૦ જેટલા

લોકોએ આજે છોટાઉદેપુર ખાતે ન્યાય ની માંગ સાથે સુત્રોચ્ચાર સાથે રેલી યોજી જીલ્લા

કલેકટરને  આવેદન પાઠવ્યું હતું અને જો ન્યાય નહિ મળે તો ભૂખ હડતાલની ચીમકી

આપવામાં આવી છે. 

Similar News