જામનગર : ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

Update: 2019-12-14 13:19 GMT

ગુજરાત સરકારના સ્પોર્ટ્સ

ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત જામનગર

જિલ્લા-શહેરકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલ તમામ વયજૂથના

ખેલાડીઓને પ્રમાણપત્ર વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર જામ અજીતસિંહજી ક્રિકેટ

પેવેલિયનજામનગર ખાતે ખેલમહાકુંભ-૨૦૧૯, શહેરકક્ષાએ

પ્રથમદ્વિતીય અને તૃતીય વિજેતા કુલ ૫૦ જેટલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે

પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ

આત્મસંરક્ષણના જુડો અને કરાટેના દાવનું નિદર્શન અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ સમારોહમાં શહેર અને જિલ્લામાંથી ૨૨ રમતમાં ભાગ લીધેલ

શહેરના કુલ ૨૮૫૭ અને ગ્રામ્ય વિસ્તારના કુલ ૨૯૮૯ ખેલાડીઓના ખેલ કૌશલ્યને રાજ્ય

સરકાર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જામનગરના

મેયર હસમુખ જેઠવાસ્ટેન્ડિંગ કમીટી ચેરમેન સુભાષ જોશી, જિલ્લા સમાહર્તા રવિશંકર, મ્યુનિ. કમિશનર સતિશ

પટેલ, પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, ડીઆરડીએ નિયામક રાયજાદા, પ્રાંત અધિકારી શહેર

હર્ષવર્ધનસિંહ સોલંકી, યુવા વિકાસ વિકાસ અધિકારી નીતા

વાળા તથા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News