જૂનાગઢ : ભેસાણમાં સાડીના કારખાનાઓમાંથી છોડાતું હતું પ્રદૂષિત પાણી, જુઓ પછી તંત્રએ શું કર્યું..!

Update: 2021-01-04 15:54 GMT

Full View

જૂનાગઢના ભેસાણ તાલુકાના સુખપુર ભાટગામ જેવા ગામડાઓમાં 28 જેટલા કેમિકલ યુક્ત પ્રદુષિત પાણીના ઘાટો તોડી પડાયા.

ભેસાણ તાલુકાના સુખપુર, ભાટ ગામ,સામતપર, પસવાડા જેવા ગામડાઓમાં 28 જેટલા સાડી ધોવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ યુક્ત પ્રદુષિત પાણીના ઘાટો મામલતદાર તેમજ પોલ્યુશન ડિપારમેન્ટ દ્વારા તોડી પડાયા.

આ ઘાટો ધમધમવાથી કેમિકલયુક્ત સાડી ધોવાનું પાણી ભયન્કર જીવલેણ કેન્સર જેવા રોગોને નોતરે છે તેમજ કેમિકલયુક્ત કલરવાળું પાણી પીવાથી જૂનાગઢ જિલ્લો કેન્સર જેવી જીવલેણ બીમારીમાં પણ આગવું સ્થાન ધરાવે છે સાથે સાથે ખેતીની જમીનો પણ ફળદ્રુપતા વગરની કરીનાખેછે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો દ્વારા વંથલી, ધંધુસર,કોયલી જેવા ગામડાઓના ખેડૂતો દ્વારા આંદોલનો પણ ચાલે છે.

Tags:    

Similar News