ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતે ઝેરના પારખા કર્યા

Update: 2017-04-22 10:27 GMT

ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે ખેડૂતને ડુંગળીના પોષણક્ષમ ભાવોન મળતા તેના આઘાતમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વર્તમાન સમયમાં ડુંગળી કે મરચાના પોષણ ક્ષમ ભાવો ખેડૂતોનેન મળતા ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે. તેવામાં ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા અને ખેતી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા ખેડૂત મહેશભાઈ કરશનભાઈ સોજીત્રાએ સવારના સુમારે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં ગોંડલ ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ જણાવ્યુ હતુ કે દિવસ રાત કાળી મહેનત મજુરી કરી ૩૦ વિધા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યુ છે. ડુંગળીની ઉપરજ પણ સારી થવા પામી છે આજે બજારમાં વેચવા જતા પોષણ ક્ષમ ભાવો મળી રહ્યા નથી તેથી લાગી આવતા મે મોત વ્હાલુ કરી લેવા ઝેરી દવા પી લીધી હતી.

ઘટનાને પગલે નાના એવા શિવરાજગઢ ગામમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. મહેશભાઈના ભાઈ પ્રફુલભાઈ એ જણાવ્યુ હતુ કે ડુંગળીના બિયારણ કે મજુરી પૂરતા પણ ડુંગળીના ભાવ મળી રહ્યા નથી ખેતી મહેનત કરી અને નુકશાની કરવાના ધંધા સમાન થઇ ગઈ છે.

Similar News