દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3ના મોત

Update: 2016-08-03 03:59 GMT

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે જળ બંબાકારની સ્થિતી સર્જાઇ છે. વલસાડમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતીનું નિર્માણ થયું છે.

વાપીમાં સોમવાર રાત્રિથી ચાલુ થયેલો વરસાદ સવાર સુધી યથાવત રહેતા ચોવીસ કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં વરસાદના પાણી ઘુસી ગયા હતા.

ધરમપુરમાં પણ અતિભારે વરસાદના કારણે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. જો પૂરની સ્થિતી ઉભી થાય તેની અગમચેતી રૂપે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યુ છે.

ભારે વરસાદના કારણે અત્યાર સુધી 3 લોકોના મોત થઇ ચૂક્યા છે. ધરમપુરમાં 14 ઇંચ વરસાદ, પારડીમાં 10 ઇંચ, વલસાડમાં 1.5 ઇંચ, ભરૂચમાં 2 ઇંચ, નવસારીમાં 4 ઇંચ, કપરાડામાં 8 ઇંચ, વાપી 12 ઇંચ અને ગણદેવીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો.

Similar News