દાહોદ : દેશના સીમાડા સાચવી ચુકેલા સૈનિકો હકકો મેળવવા આવ્યાં મેદાનમાં

Update: 2019-12-02 14:29 GMT

દેશના સીમાડાઓ પર ફરજ બજાવી નિવૃત થયેલાં સૈનિકોને હવે તેમના હકકો માટે મેદાનમાં આવવું પડયું છે. દાહોદ તાલુકાના માજી સૈનિકોએ તેમની માંગણીઓ સંદર્ભમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

દાહોદ તાલુકાના માજી સૈનિકો દ્રારા દાહોદના રાજમાર્ગો ઉપર રેલી કાઢી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પૂર્વ સૈનિકોને ગુજરાત સરકારના પરિપત્ર મુજબ 16 એકર સુધીની ખેતીની જમીન આપવાની જોગવાઈ છે પણ માજી સૈનિકોને હજી સુધી જમીનની ફાળવણી કરવામાં આવી નથી.ખેતીના હેતુ માટે જમીન ફાળવી આપવાની માંગ માજી સૈનિકો કરી રહયાં છે. રેલીમાં જોડાયેલા માજી સૈનિકોએ જણાવ્યું હતું કે, અમે અમારા હક્કો લઈને જ જંપીશુ અને અમારા હક્કો નહિ મળે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.

Tags:    

Similar News