દ્વારકા જિલ્લાના સલાયા બંદરે ક્લિયરન્સના બહાને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પરેશાન કરાતા ફિશરમેનો માં રોષ

Update: 2019-01-16 13:00 GMT

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયાની ૧૧ જેટલી બોટોને ક્લિયરન્સ ના બહાને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પરેશાન કરાતા ફિશરમેનો ભરાયા રોષે ભરાયા હતા.

મુન્દ્રા કોસ્ટગાર્ડ દ્વારા ફિશરમેનો / ખલાસીઓ ને વગર કાઈ પ્રોબ્લેમ એ 3-4 જેટલા દિવસ સુધી બેસાડી રાખવામાં આવે છે તેવો આરોપ ફિશરમેન દ્વારા લગાવ્યો હતો. કોસ્ટગાર્ડના કર્મચારીઓ દ્વારા માર મરાયા ની ઘટના બન્યાનું પણ ફિશરમેનો જણાવ્યુ હતું.

અવાર-નવાર કોસ્ટગાર્ડ દ્વારા બોટ ના ડોક્યુમેન્ટસ એક બે મહિના સુધી પરત ન આપતા હોય બોટ બંધ રહેતી હોય તેથી માછીમારો રોષે ભરાયા અને આ અંગે રજુઆત કરવા સલાયા માછીમાર એસોસિએશન સાથ 70 જેટલા લોકો પ્રાંત અધિકારી ખંભાળિયા ને રજુઆત કરવા પહોંચ્યા હતા.

Similar News