નવસારીમાં PM મોદીના હસ્તે 11223 દિવ્યાંગો ને સાધન સહાયનું કરાયુ વિતરણ

Update: 2016-09-17 12:11 GMT

નવસારી વાસીઓ કેમ છો મજામાં, સંબોધન કરતા મોદી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67માં જન્મદિન પ્રસંગે દિવ્યાંગ સુલભ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મોદીના વરદ હસ્તે 11223 દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ત્રણ વિશ્વ રેકોર્ડ નોંધાયા હતા.

નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે 1000 દિવ્યાંગો અને વાલીઓએ મળીને વ્હીલચેરમાં બેસીને હેપી બર્થ ડે PMની ડિઝાઇન બનાવીને મોદીને જન્મદિવસની ભેટ આપી હતી, જયારે 1000 દિવ્યાંગોને હિયરિંગ કીટ પણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે મોદીને 67 ફૂટ લાંબો ફૂલનો હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મોદીના હસ્તે દિવ્યાંગોના સશક્તિ કરણના "પડકાર ને પડકાર" પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યુ હતુ.

પ્રધાનમંત્રી મોદીએ રૂપિયા 67 લાખના મળેલા ચેકને દિવ્યાંગ બાળકોના સ્કિલ ડેવલોપમેન્ટ માટે ભેટ આપી દીધી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરજનતાને સંબોધન કરીને જણાવ્યુ હતુ કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા ત્યારે પણ ગુજરાત પાણી પાણી હતુ અને હમણાં જયારે મોદી ગુજરાતમાં આવ્યા છે ત્યારે પણ મેઘરાજાએ નરેન્દ્રભાઈના પગલે આશીર્વાદ વરસાવ્યા હોવાની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રવચનમાં જાહેર જનતાને સંબોધન કરતા નવસારી વાસીઓને કેમ છો મજામાં ના સંબોધન સાથે દુનિયાના નકશા પર નવસારીએ જે ત્રણ રેકોર્ડ થકી સ્વર્ણિમ અક્ષરોમાં નામ અંકિત કર્યું છે તે બદલ અભિનંદ પાઠવ્યા હતા.

મોદીએ આ પ્રસંગે તેઓને દિવ્યાંગોની સેવાનું જે સૌભાગ્ય મળ્યુ તે બદલ તેઓએ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા. માનવતા, સંવેદના, સદભાવનાના સંસ્કાર મને ગુજરાતે આપ્યા છે તેથી દિલ્હીમાં હોવ કે દુનિયાના ગમે તે મહાનુભાવો સાથે હોવ તો પણ તમે આપેલા સંસ્કારોને ઉની આંચ નહી આવાદઉં. આપે મારુ અઘરા કામના ઘડતર માટે મને જે તક આપી છે તે હું નિષ્ઠા પૂર્વક નિભાવીશ નું તેઓએ વચન આપ્યુ હતુ.

આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલી, સહિત રાજય સરકારના મંત્રી, સાંસદ સભ્યો તેમજ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

Similar News