નવા સત્રના પ્રારંભે શાળાઓ ખુલતા બાળકોના કલરવથી શાળાઓ ગુંજી

Update: 2019-11-14 12:05 GMT

પ્રથમ સેમેસ્ટર પૂરું થતા આજે ૨૧ દિવસની લાંબી રાજાઓ બાદ નવા સેમેસ્ટરનો

પ્રારંભ થતા  બાળકો તેમના અગાઉના રૂટિન મુજબ પોતાના પાઠ્યપુસ્તકો

ની બેગ લઇ શાળાઓમાં જતા રાજાના દિવસોમાં  સુમસામ

બનેલી શાળાઓના ઓરડાઓમાં આજે બાળકોનો કલરવ સાંભળવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓના આગમનની સાથે  શાળાઓ

પાર વાહનો તથા નાની લારીઓ વાળા ફેરિયાઓ પણ શાળાના 

કમ્પાઉન્ડની બહાર તેમનો વહેપાર કરવા માટે પહોંચી ગયા હતા. પરંતુ આજે

પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પાંખી જોવા મળતી હતી. લાંબી રજાઓ કેમ

વિતાવી તેની વાતોચીતોમાં બાળકો વ્યસ્ત જણાતા હતા.તો કેટલાક વિદ્યાર્થીઓ હજુ નવા

સેમેસ્ટરના પુસ્તકો લેવામાં પણ વ્યસ્ત જણાયા હતા.

Similar News