પારડી ખાતે ‘પ્રાઇઝ ઓફ ધ પ્લેવનેટ' થીમ ઉપર વાઇલ્ડક વિઝડમ ક્વીીઝ ૨૦૧૮ યોજાઇ

Update: 2018-09-09 12:13 GMT

વાઇલ્‍ડ વિઝડમ ક્‍વીઝની ૧૧મી આવૃત્તિ ડબલ્‍યુ.ડબલ્‍યુ.એફ. ઇન્‍ડિયા અને સી.બી.એસ.ઇ. બોર્ડના સંયુક્‍ત ઉપક્રમે યોજાય છે. આ સ્‍પર્ધા શાળા, રાજ્‍ય અને રાષ્‍ટ્રીય કક્ષા એમ કુલ ૩ વિભાગોમાં વહેંચાયેલી હોય છે.

રાજ્‍યકક્ષાની વાઇલ્‍ડ લાઇફ ક્‍વીઝ સ્‍પર્ધા પારડીની વલ્લભ સંસ્‍કારધામ ડે-બોર્ડિંગ સ્‍કૂલ ખાતે યોજાઇ હતી. જેમાં ગુજરાતના વિવિધ શહેરો જેવા કે, જામનગર, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સૂરત, નવસારી, વલસાડ, વાપી તથા સિલવાસાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓઓ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

આ સ્‍પર્ધા જુનિયર એટલે કે ધોરણ ૩ થી પ અને મીડલ એટલે કે ધોરણ ૬ થી ૮માં વહેંચવામાં આવી હતી. જેમાં રસાકસીભરી સ્‍પર્ધા બાદ જુનિયર વિભાગમાં વલ્લભ સંસ્‍કાર ધામ ડે-બોર્ડિંગ સ્‍કૂલના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમે વિજેતા બન્‍યા હતા. જ્‍યારે બીજા ક્રમે ભરૂચ-ખરચની આદિત્‍ય બિરલા સ્‍કૂલ તેમજ ત્રીજા ક્રમે નંદ વિદ્યાનિકેતન જામનગરનાન વિદ્યાર્થીઓ વિજેતા બન્‍યા હતા.

જ્‍યારે મીડલ વિભાગમાં આનંદ વિદ્યાવિહાર સ્‍કૂલ પ્રથમ ક્રમે, જામનગરની નંદ વિદ્યાનિકેતન સ્‍કૂલ બીજા ક્રમે તેમજ અમદાવાદની રચના સ્‍કૂલના વિદ્યાર્થીઓ ત્રીજા ક્રમે વિજેતા જાહેર થયા હતા.

આ સ્‍પર્ધા આયોજિત કરવાનો મુખ્‍ય ઉદ્દેશ સમાજનો યુવા વર્ગ અને પ્રકૃતિ અને પર્યાવરણના સંવર્ધન માટે જાગૃત બને તેમજ તેના માટે નક્કર પગલાં લેવા તૈયાર થાય તે હતો. આ સ્‍પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને યજમાન શાળાના આચાર્ય પંકજ શર્મા અને પારડી કુરેશી હોસ્‍પિટલના ડો.કુરેશીના હસ્‍તે વિતરણ કરાયા હતા. તેમણે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્‍યમાં પણ સફળતા મેળવતા રહે તેવી શુભકામના પાઠવી હતી. આ સ્‍પર્ધામાં ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ટેલેન્‍ટેડ છે તેમ જણાવી વિજેતા ન બનવાથી નિરાશ ન થતાં આવી સ્‍પર્ધાઓમાંથી કંઇક નવું શીખી હંમેશા આગળ વધવાની પ્રેરણા બાળકોને આપી હતી.

આ સ્‍પર્ધાને સફળ બનાવવા ડબલ્‍યુ.ડબલ્‍યુ.એફ. વલસાડ ડીવીઝનના ડાયરેક્‍ટર મૌતિક દવે અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. સ્‍પર્ધાના આયોજનમાં યજમાન શાળાના શિક્ષકો અને વોલેન્‍ટિયર વિદ્યાર્થીઓએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્‍યો હતો.

મિડલ વિભાગના વિજેતા વિદ્યાર્થીઓ આગામી ઓક્‍ટોબર માસમાં ગુજરાત રાજ્‍યના રીપ્રેઝન્‍ટ કરવા રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવા જશે.

 

Tags:    

Similar News