ભરૂચ : એપીએમસી માર્કેટને 14મી તારીખ સુધી વડદલા ખસેડવાનો નિર્ણય

Update: 2020-04-07 15:18 GMT

ભરૂચ શહેરની મનુબર ચોકડી વિસ્તારમાં આવેલા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ( એપીએમસી)ના કામકાજને વડદલા ખાતે નવા બનેલા એપીએમસી ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 14મી તારીખ સુધી ખેડૂતો અને વેપારીઓ શાકભાજી તેમજ અન્ય જણસોનું ખરીદ અને વેચાણ વડદલા ખાતે કરી શકશે.

ભરૂચની

મનુબર ચોકડી ખાતે ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ( એપીએમસી) કાર્યરત છે. ભરૂચ તથા

આસપાસના જિલ્લાના ખેડૂતો શાકભાજી તેમજ ફળફળાદિ વેચવા માટે એપીએમસી ખાતે આવતાં હોય

છે. હાલ કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ છે પણ શાકભાજી જીવન જરુરીયાતની

વસ્તુ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે એપીએમસી ખાતે ઉમટી રહયાં છે. આવા

સંજોગોમાં કોરોના વાયરસ ફેલાવાનો ખતરો રહેલો છે. આ ઉપરાંત એપીએમસીની બહાર ઉભી

રહેતી લારીઓ ખાતે પણ લોકોનો જમાવડો જોવા મળી રહયો છે. કોરોના વાયરસના સંક્રમણને

રોકવા માટે વહીવટીતંત્ર તરફથી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત

વર્તમાન એપીએમસી ખાતે કામકાજને સદંતર બંધ કરી તેને નેશનલ હાઇવે પર વડદલા ગામ પાસે

બનેલા નવા એેપીએમસી ખાતે સ્થળાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. 14મી એપ્રિલ સુધી વેપારીઓ અને ખેડૂતો

શાકભાજી અને અન્ય જણસોની ખરીદી તથા વેચાણ ત્યાંથી કરી શકશે. આ ઉપરાંત એપીએમસીમાં

બે વ્યકતિઓ વચ્ચે યોગ્ય અંતર જાળવવા તથા સલામતી માટે માસ્ક પહેરવા સહિતના આદેશો

કરવામાં આવ્યાં છે. 

Tags:    

Similar News