ભરૂચ જિલ્લામાં મેઘમહેરથી વાતાવરણ આહલાદક બન્યુ

Update: 2017-07-11 11:22 GMT

ભરૂચ જિલ્લામાં ચોમાસાની મોસમ શરુ થયા બાદ મેઘાએ લીધેલા થોડા વિરામ પછી પુનઃ એકવાર ધરતી વરસાદથી તૃપ્ત થઇ હતી.

વાતાવરણમાં બફારાનો સામનો કરતા લોકોમાં વરસાદ પડે તેવી તીવ્ર ઈચ્છા જાગી હતી, અને મંગળવારની બપોરે મેઘઘટા છવાઈ હતી, અને વાદળોની ફોજ સાથે વરસાદે ધબધબાટી બોલાવતા વાતાવરણ રમણીય બની ગયુ હતુ. અને લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો.

મોસમે તેનો મિજાજ બદલતા જ સૂકી ધરતી પર હેત રૂપી વરસાદ વરસતા વાતાવરણ મદહોશ બની ગયુ હતુ, અને આ આહલાદક વાતાવરણમાં સ્વાદના શોખીનો એ પણ ભજીયા અને મકાઈના સ્વાદનો આનંદ માણીને ખુશી વ્યક્ત કરી હતી.

 

Similar News