ભરૂચ : વરસાદે વાળ્યો રસ્તાનો દાટ, હાઇવે પર લાગી વાહનોની કતાર

Update: 2020-08-15 08:01 GMT

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલાં સતત વરસાદના પગલે ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો છે. વરસાદના કારણે હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ પડી જવાથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ટ્રાફિકજામમાં સેંકડો વાહનો ફસાય ગયાં છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલાં વરસાદના પગલે હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયાં છે તેમજ સરદારબ્રિજથી ટોલ પ્લાઝા સુધીનો રસ્તો એકદમ બિસ્માર બની ગયો છે. રસ્તો બિસ્માર હોવાથી વાહનો એકદમ ધીમી ગતિથી પસાર થઇ રહયાં છે જેનાથી ટ્રાફિકજામ થઇ રહયો છે. આ ઉપરાંત સુરતના સાવા પાટીયા નજીક સર્વિસ રોડ પર ખરાબ હોવાથી વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહયાં છે. દર ચોમાસામાં સરદારબ્રિજ પર મસમોટા ખાડા પડવાનો સિલસિલો આ વર્ષે પણ યથાવત રહયો છે. ભરૂચ નજીક ટ્રાફિકજામ થઇ જતાં સેંકડો વાહનો અટવાય પડયાં છે અને ખાસ કરીને પરિવાર અને નાના બાળકો સાથે નીકળેલાં વાહનચાલકોની હાલત દયનીય બની છે. નેશનલ હાઇવે ઓથોરીટી વહેલી તકે ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરે તેવી લોકો માંગ કરી રહયાં છે.

Tags:    

Similar News