ભરૂચ શહેર અને જિલ્લામાં ગૌરીવ્રતનો આરંભ

Update: 2019-07-12 05:27 GMT

કુંવારિકાઓ પોતાના મનગમતા મનના માણિગરને પામવા ભગવાન શિવને વ્રત દ્વારા રિઝવવાનો પ્રયત્ન કરી ગૌરીવ્રત નો આરંભ કરે છે. ગૌરીવ્રતનો આરંભ થતાં જ શહેર અને જિલ્લાના બાગ બગીચાઓમાં માત્ર મહિલાઓ માટે જ પ્રવેશની તંત્ર દ્વારા જાહેરાત કરાઇ છે.

પાંચ દિવસ ચાલતા આ વ્રતમાં કુંવારિકાઓ શ્રદ્ધા અને ઉત્સાહભેર ગોરમાની પૂંજા,આરતી કરે છે.હિન્દુ શાસ્ત્રોમાં જ્લ્લેખાયા મુજબ માતા પાર્વતિજીએ પાંચ દિવસના અલુના વ્રત રાખતા તેમને ભગવાન શિવ પતિ તરીકે પ્રાપ્ત થયા હતા. ત્યારથી કુંવારિકાઓ પોતાનો ભાવી પતિ સારો મળે તે ઇચ્છા સાથે એક વાંસની ટોપલીમાં પાંચ અલગ-અલગ ધાન ઉગાડે છે જેને ગોરમા કહેવામાં આવે છે.કુંવારિકાઓ આ ગોરમાની શ્રદ્ધાભેર પાંચ દિવસ ઉપવાસ રાખી તેની સવાર-સાંજ પૂંજા આરતી કરે છે.ગૌરીવ્રતના આરંભ થવાથી ભરૂચ શહેર અને જિલ્લામાં કુંવારિકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

Tags:    

Similar News