ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ટીબીનાં દર્દીઓ માટેની તપાસ અર્થે આધુનિક મશીન મુકાયુ

Update: 2018-01-05 13:29 GMT

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ટીબીનાં દર્દીઓની આધુનિક તપાસ અર્થે CBNAAT મશીનની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રેનાં હસ્તે આ મશીન દર્દીઓની સેવા માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.

આ CBNAAT મશીનની વિશેષતા જોઈએ તો મશીન જીન એક્સપર્ટ મશીન છે.જેમાં દરેક ટીબીનાં નિદાન થયેલા દર્દીઓનું ડ્રગ સેન્સેટિવિટી ટેસ્ટ દવા ચાલુ કરતા પહેલા થશે,અને જેના દ્વારા દર્દી ટીબીની પ્રથમ તબક્કાની દવાઓ થી સેન્સેટીવ કે રેઝિસ્ટન્સ છે તે માત્ર બે કલાકમાં જ જાણી શકાશે.

ટીબીનાં દરેક દર્દીઓ માટે આ તપાસ નિઃશુલ્ક છે.જેનો ગર્વમેન્ટ કે પ્રાઇવેટ સંસ્થા ઉપયોગ કરી શકશે.

Tags:    

Similar News