ભરૂચઃ શંકાસ્પદ કેમિકલ સાથે હિસ્ટ્રી શીટર અને રીઢો ગુનેગાર પોલીસ સકંજામાં

Update: 2018-09-26 04:23 GMT

અંદાજે રૂપિયયા 90 હજારનાં કેમિકલ સાથે દહેજ પોલીસે ઝડપી પાડ્યો હતો

ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી દહેજ પોલીસે મિલકત સંબંધિત ગુનાઓ અને કેમિકલ ચોરીને અટકાવવા માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે દહેજ જીઆઈડીસી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. દરમિયાન અટાલી ગામનો રહિશ અને રીઢો ગુનેગાર શંકાસ્પદ કેમિકલનાં જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે અંદાજે 90 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાગરા તાલુકાનાં અટાલી ગામે રહેતો ઈન્દ્રજીત ઉર્ફે ઈન્દ્રો જયસિંહ ચાવડા પોતાના ઘરમાં અને ઓફિસની બાજુમાં બનાવેલા રૂમમાં ગેરકાયદે કેમિકલનો જથ્થો ભરીને રાખતો હતો. દહેજ પોલીસને મળેલી બાતમીનાં આધારે સ્તળ ઉપર તપાસ કરતાં કેમિકલ ભરેલા કેરબા અને બેરલ મળી આવ્યા હતા. જેમાંથી ફિનોલ કેમિકલ 800 લિટર જેની કિંમત રૂપિયા 60,000, DOP કેમિકલ 250 લીટર કિંમત રૂપિયા 25,000 તથા કેમિકલ કાઢવાનો સામાન અને મોબાઈલ મળી કિંમત રૂપિયા 8750 મળી કુલ રૂપિયા 93,750 ના મુદ્દામાલ સાથે ઈન્દ્રજીતની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે કેમિકલ સંદર્ભે તપાસ કરતાં તે ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. વળી તેનો ભૂતકાળ જોતાં દહેજ પોલીસ મથકમાં હિસ્ટ્રીશીટર તેમજ અગાઉ મારા મારી અને ખૂન જેવા ગૂનામાં ઝડપાઈ ચૂક્યો હતો. પોલીસે તેની તલસ્પર્સી તપાસ કરતાં તેની પાસેથી મળેલો કેમિકલનો જથ્થો વડોદરાના ભરત ચાવડા, કનુ ભરવાડ અને ટેમ્પાવાળા આરિફનાં નામો સામે આવ્યા હતા. જેઓ આ કેમિકલનો જથ્થો કોઈ કંપનીમાંથી કાઢીને અહીં મુકી ગયા હોવાની ઈન્દ્રજીતે કબૂલાત આપી હતી. પોલીસે સમગ્રમ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Tags:    

Similar News