ભરૂચના ત્રાલસા કૉઠી ગામમાં મુશળધાર વરસાદ, શાળામાં પાણી ઘુસ્યા

Update: 2018-07-07 12:51 GMT

બપોરના 12 વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ તૂટી પડ્યો વરસાદ

ભરૂચ તાલુકાના ત્રાલસા કૉઠી ગામમાં શનિવારે બપોરના સુમારે અચાનક ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. જેના પગલે ગામમાં ચારેકોર જળબાબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ત્રાલસા કૉઠી ગામમાં બપોરના 12 વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળોએ આકાશમાં સામ્રાજ્ય જમાવ્યું હતું. જોતજોતામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ગામમાં ચારેબાજુ પાણી જ પાણી નજરે પડ્યું હતું.

ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં પણ પાણી ઘૂસી ગયા હતા. તો ગામના પાદરમાં પણ પાણીનું જાણે તળાવ સર્જાતાં ભૂલકાઓએ પાણીમાં છબછબીયાની મજા માણી હતી. અંદાજે એક કલાક જેટલા સમય સુધી ધોધમાર વરસાદ તુટી પડતાં એક તબક્કે ગામલોકો ચિંતામાં મુકાયા હતા. જોકે બાદમાં વરસાદ અટકી જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધોધમાર વરસેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Tags:    

Similar News