મંત્રી પદ છોડી મનસુખ વસાવા સંભાળી સકે છે સંગઠન ની ભાગ દોડ

Update: 2016-05-27 12:06 GMT

ભરૂચના સાંસદ અને કેન્દ્રના રાજ્ય કક્ષા ના મંત્રી મનસુખ વસાવા તથા અન્ય કેટલાક નેતાઓના મંત્રી પદ જાય તેવા ચોકસ સુત્રો થી સમાચાર સાંપડી રહયા છે.

ભાજપાની અંતરીક જૂથ બંદી અને ભ્રષ્ટાચારથી નારાજ એવા અતિ પ્રમાણિક નેતાઓમાં સમાવેશ ધરાવતા મનસુખભાઈ વસાવા છેલા કેટલાક સમય થી જાણે અસક્રિય થઇ ગયા હોય તેમ સાફ નજરે પડી રહ્યું છે.

પ્રજા ની સમસ્યાના નિરાકરણ માટે પોતાનીજ સરકાર ના મોટા નેતાઓ સામે અનેક વાર બાંહો ચઢાવનાર મનસુખભાઈ હાલ ભાજપા ના ભરૂચ અને ગુજરાતના સંગઠનની કાર્ય પ્રણાલી થી નારાજ છે. તેમના નજીકના એક નેતા એ વાત ચીત માં જણાવ્યું હતું કે તેઓ ને મંત્રી પદ કરતા સંગઠન મજબુત કરવામાં વધુ રસ છે, જેથી તેઓ સરકારમાં ના રહી સંગઠન પાછળ મેહનત કરવા માંગે છે.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી જયારે કેટલાક કામ ચોર નેતાઓને પાઠ ભણવા પોતાના મંત્રી મંડળમાં ફેર બદલ કરવાનું નકી કરી ચુક્યા છે ત્યારે શું મોદીને મનસુખભાઈ પોતાના મંત્રી પદ માટે માનવી લેશે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે।

Tags:    

Similar News