ભરૂચનાં 108 ઇમરજન્સી સેવાનાં કર્મચારીઓ ઓન ડયુટી ભુખ હડતાલમાં જોડાયા

Update: 2017-10-04 12:04 GMT

ભરૂચનાં 108 ઇમરજન્સી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓની અવગણનાં થતા ઓન ડયુટી ભૂખ હડતાલમાં જોડાયા છે.

108 ઇમરજન્સી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા અગાઉ પોતાની વિવિધ માંગણીઓ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી, પરંતુ તેનું કોઈજ નિરાકરણ ન આવતા તારીખ 21મી સપ્ટેમ્બર થી કર્મચારીઓ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો.

જોકે તેઓનાં પ્રશ્નોનું તેમછતાં કોઈજ નિરાકરણ આવ્યું નહોતું ,અને ત્યારબાદ તારીખ 26મી સપ્ટેમ્બરે મહેસાણા ખાતે રાજયભરનાં 108નાં કર્મચારીઓએ ભૂખ હડતાલની શરૂઆત કરી હતી.

ભરૂચ 108 ઇમરજન્સી સેવાનાં 15 જેટલા કર્મચારીઓ પણ ઓન ડયુટી આ ભૂખ હડતાલમાં જોડાયા છે, અને તેઓની માંગણીઓ અંગે સુખદ નિરાકરણ આવે તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે.

 

Tags:    

Similar News