ભરૂચ : નિલકંઠેશ્વર મંદિરના ઓવારે વલસાડના અબ્રામાના પરિવારના સભ્યોના મૃતદેહ મળી આવતા આત્મહત્યાની આશંકા

Update: 2019-08-22 05:17 GMT

ભરૂચના ઝાડેશ્વર સ્થીત નર્મદા તટે આવેલ નિલકંઠેશ્વર મંદિરે ભગવાન શંકરના મંદિરે દર્શનાર્થે આવેલ ભક્તો નદીના ઓવારામાં નાહવા ગયા હતા. દરમિયાન આજે સવારે બે મૃતદેહ પાણીમાં મળી આવ્યા હતા. જેની જાણ ભક્તોએ મંદિર સંચાલકોને કરી હતી. જેથી આ ઘટનાની જાણ મંદિર સંચાલકોએ નજીકના પોલીસ સ્ટેશને ફોન કરી કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

આ ઘટનામાં પ્રાથમિક તબક્કે જાણાવા મળ્યું હતું કે, મરણ જનાર બંન્નેવ વલસાડ જિલ્લાના અબ્રામા ગામના સાગર ફેમિલીના હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે વધુ તપાસ કરતા જ્યાંથી મૃતદેહ મળી આવ્યા હતા, ત્યાં નજીક માંથી જ એક બેગ મળી હતી અને આ બેગમાંથી ઓળખપત્ર મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા મરણ જનાર મોસમી દોલતરામ સાગર અને રામકુમાર દોલતરામ સાગર રહે. વલસાડ નજીક અબ્રામા ગામના વતની હોવાનું ખુલ્યું હતું.

અત્રે એ ઉલખેનિય છે કે, જ્યાં મૃતદેહ મળી આવનાર લોકોની બેગ હતી ત્યાં ત્રણ ચંપલની જોડી પોલીસને મળી આવતા એક વ્યક્તિ તેમની સાથે હોય તેવું પ્રાથમિક બહાર આવ્યું હતું. હાલમાં ભરૂચ પોલીસે બંનેવ મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

 

Tags:    

Similar News