ભરૂચમાં ગાંધી સંકલ્પ યાત્રાનું આગમન : ઠેર-ઠેર સ્વાગત કરાયા

Update: 2019-10-16 15:38 GMT

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ૧૫૦મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે સાંસદ મનસુખભાઇ વસાવાએ જંબુસરના કારેલી ગામથી શરૂ કરેલી ગાંધી સંકલ્પયાત્રા આજરોજ ભરૂચમાં પ્રવેશ કરતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સાંસદ મનસુખભાઇ વસાવા ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા, મહામંત્રી ધર્મેશભાઇ ભટ્ટ, ધર્મેશભાઇ મિસ્ત્રી, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ કંસારા સહિત મોટીસંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ગાંધીયાત્રામાં જોડાયા હતા. શહેરના રાજમાર્ગો ઉપર યાત્રા આગળ વધતા ઠેર-ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ગાંધી સંકલ્પ યાત્રા ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે આવેલ ગાંધી સ્મૃતિભવન ખાતે પહોંચતા મનસુભાઇ વસાવા સહિતના આગેવાનોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર ચઢાવી પુષ્પાંજલિ આપી હતી.

ગાંધી સંકલ્પ યાત્રાએ ભરૂચમાં રાત્રિ રોકાણ કરતા નીલકંઠ ઉપવન ખાતે ગાંધી ડાયરો યોજાયો હતો. જેમાં સાંસદ મનસુખભાઇ વસાવાએ ગાંધીજીના આદર્શો, સ્વચ્છતા અને વ્યસનમુક્તિ જેવા વિષય ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ડાયરામાં પ્રસિધ્ધ લોકગાયક અભેસિંહ રાઠોડે મહાત્મા ગાંધીના પ્રિય ભજનો અને ઝવેરચંદ મેઘાણી લિખિત ગીતોને રજૂ કરી લોકોને ઝુમાવ્યા હતા.

 

Tags:    

Similar News