ભરૂચમાં જીલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ

Update: 2019-12-14 12:02 GMT

·       ભરૂચ જિલ્લા ન્યાયાલયમાં વર્ષોથી પ્રેકટીસ કરતા

વરીષ્ઠ ધારાશાસ્ત્રીઓનાં વરદ હસ્તે દિપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં

આવી.

રાષ્ટીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દીલ્હીના આદેશ અનુસાર અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના

ઉપકમે ભરૂચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ચેરમેન અને ભરૂચનાં જિલ્લા ન્યાયાધિશ

ઉત્કર્ષ ટી.દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમજ ઈ.ચા. સેકેટરી,પી.એલ.પટેલ, જીલ્લા કાનુની સેવા સત્તા

મંડળના સંચાલન હેઠળ તા.૧૪/૧૨/ર૦૧૯ તે શનિવારના રોજ જિલ્લા ન્યાયલય સંકુલ,ભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન

કરવામાં આવેલ.

જેનું જિલ્લા ન્યાયાલયમાં વર્ષોથી પ્રેકટીસ કરતા વરીષ્ઠતમ ધારાશાસ્ત્રીઓનાં વરદ

હસ્તે દિપ પ્રાગટય કરી આ લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી. આ પ્રસંગે ન્યાયીક

અધિકારી શ્રીમતી એચ.પી.પટેલ દ્વારા લોક અદાલતનાં મહત્વ અને તેના લાભ વિષે પોતાનું

વક્તવ્ય રજુ કરવામાં આવ્યું. ત્યારબાદ વરીષ્ઠ ધારાશાસ્ત્રીઓ દ્વારા લોક અદાલત અંગે

પોતાના અનુભવો શ્રોતાગણ સમક્ષ વાગોળ્યા હતા.

આ પ્રસંગે ભરૂચ મુખ્ય મથકના

તમામે ન્યાયીક અધિકારીઓ, સરકારી વકીલો સહિત ભરૂચ વકીલ બારનાં પ્રમુખ, ઉપપ્રમુખ

સહિત બારનાં હોદેદારો, વકીલો અને ન્યાયીક કર્મચારી મિત્રોએ હાજર રહી આ લોક

અદાલતને સફળ બનાવી હતી. આ લોક અદાલતમાં સમગ્ર જિલ્લામાં મુખ્ય લોક અદાલત કેસો, સ્પેશીયલ

સીટીંગ કેસો પ્રિલીટીગેશન કેસો સહીત, કુલઃ ૬,૮૪૭ કેસો સમાધાનથી નિકાલ અર્થે મુકવામાં આવેલ હતા.

Tags:    

Similar News