ભરૂચમાં બ્રિજની કામગીરી માટે ઉભા કરેલ પતરાં બાઇક ચાલક ઉપર પડ્યા : સદનસીબે ચાલકનો બચાવ

Update: 2019-06-18 11:42 GMT

ભરૂચમાં જુના નેશનલ હાઇવે પર બની રહેલ બ્રિજની કામગીરી માટે ડાયવર્ઝન રોડ સાઈડમાં લગાવેલ પતરાંની આડશ માંથી પતરાં અચાનક એક બાઇક ચાલક પર પડતા દોડધામ મચી હતી. સદનસીબે બાઇક ચાલકનો બચાવ થયો હતો.

ભરૂચમાં જુના નેશનલ હાઇવે પર હાલ બ્રિજની કામગીરી ચાલી રહી છે. કામગીરી માટે બંને બાજુ ડાયવર્ઝન રોડ બનાવવામાં આવ્યો છે. વચ્ચેના ભાગમાં પતરાની આડશ ઉભી કરવામાં આવી છે. આજરોજ બપોરના સમયે વાહનોની અવર જવર ચાલુ હતી.દરમ્યાન અચાનક કેટલાક પતરા ધડાકા સાથે પડ્યા હતા. જેમાં એક બાઇક ચાલક ઉપર જ પતરાની પ્લેટ પડતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે બાઇક ચાલકને કોઈ ગંભીર ઇજાઓ ન થતા તેનો બચાવ થયો હતો. જોકે બાઇકને નુકશાન થયું હતું. બનાવના પગલે બ્રિજની કામગીરી કરતા લોકોએ દોડી આવી પુનઃ પતરા ઉભા કરવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ લોકોએ બ્રિજની કામગીરીમાં બેદરકારીના કારણે દુર્ઘટના બની હોવાના આક્ષેપ બાઇક ચાલક મનીષ રાણાએ કર્યા હતા.

 

Tags:    

Similar News