ભરૂચમાં વિધાનસભા મતગણતરી દરમિયાન ટ્રાફિક અંગેનું જાહેરનામુ બહાર પડાયુ

Update: 2017-12-15 07:21 GMT

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની મતગણતરી કે.જે.પોલિટેક્નિકમાં યોજાવાની છે. તેથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ટ્રાફિક અંગે જાહેરનામું બહાર પાડીને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર, ઝઘડીયા, વાગરા અને જંબુસર વિધાનસભાની મતગણતરી ભરૂચ જુના નેશનલ હાઇવે નંબર 8ને અડીને આવેલ કે.જે.પોલિટેક્નિક ખાતે તારીખ 18મી ડિસેમ્બર સોમવારનાં રોજ સવાર થી શરુ થશે, આ સમય દરમિયાન ટ્રાફિક નિયંત્રણ માટેનાં સૂચનો કરવામાં આવ્યા છે.

જેમાં મતગણતરીનાં દિવસે સવારે 5 કલાક થી રાત્રીનાં 12 વાગ્યા સુધી ભરૂચ શહેરનાં શીતલ સર્કલ થી કે.જે.પોલિટેક્નિક કોલેજ સુધીનાં રોડ ઉપર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ સમય દરમિયાન વાહન ચાલકો ABC સર્કલ થી નર્મદા ચોકડી તથા નંદેલાવ બ્રિજ તરફથી સીધા રસ્તે, શીતલ સર્કલ થી કસક સર્કલ થઇ ઝાડેશ્વર રોડ તરફ થઇ શકાશે. તેમજ શક્તિનાથ સર્કલ થી શ્રવણ ચોકડી થી નંદેલાવ બ્રિજ થઈ નર્મદા ચોકડી તરફ અને શક્તિનાથ સર્કલ, શક્તિ સ્થંભ સર્કલ, શાલીમાર ત્રણ રસ્તા સ્ટેશન સર્કલ કસક નાળા થઇ ઝાડેશ્વર રોડ તરફ વાહન ચાલકો જઈ શકશે.

જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલક રૂપિયા 200નાં દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

 

Tags:    

Similar News