દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિએ ભરૂચ ખાતે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો

Update: 2018-12-15 05:46 GMT

પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ એકતાયાત્રા - સ્વચ્છતા રેલી યોજાઇ

ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર- ભરૂચના સંયુકત ઉપક્રમે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિએ પુષ્પાંજલિનો કાર્યક્રમ ભરૂચના સોનેરી મહેલ ખાતે રાખવામાં આવેલ હતો.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="77180,77182,77183,77184,77185,77186"]

આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ સુરભીબેન તમાકુવાલા, મુખ્ય અધિકારી સોની, નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેન- સદસ્યોએ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે એકતાયાત્રા અને સ્વચ્છતા રેલીનું પણ આયોજન હાથ ધરાયું હતું જેની મહાનુભાવોએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ અવસરે મહાનુભાવો ધ્વારા સરદાર પટેલની દુરંદેશીતાને કારણે જ આપણે અખંડ ભારતમાં જીવી રહ્યા છે. તેઓના એકતાના સંદેશને જનજન સુધી પહોંચાડવો છે તેમ જણાવી સરદાર સાહેબના રાષ્ટ્રપ્રેમ અને કાર્યો વિશે વાત કરવામાં આવી હતી. પુષ્પાંજલિ કાર્યક્રમમાં તથા એકતાયાત્રા - સ્વચ્છતા રેલીમાં નગરપાલિકાના કર્મચારીઓ સહિત નગરજનો જાડાયા હતા.

 

Similar News