મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, 200 વનડે રમનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની

Update: 2019-02-01 14:22 GMT

ભારતીય અને ન્યૂઝીલેન્ડ મહિલા ટીમ વચ્ચે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ હેમિલ્ટનના સડન પાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ હતી. આ મેદાન પર ટોસ માટે ઉતરેલી મિતાલી રાજે ઇતિહાસ રચ્યો છે. આ તેની વનડે કારકિર્દીની 200મી વનડે મેચ છે. આ આંકડા સુધી પહોંચનાર તે પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. આટલું જ નહીં, આ કેપ્ટન તરીકે તેની 123મી મેચ છે, જે પણ એક રેકોર્ડ છે.

36 વર્ષીય મિતાલીએ વનડે ક્રિકેટમાં સાત સદી સાથે 51.33 રનની સરેરાશથી 6622 રન બનાવ્યા છે. જો કે મિતાલી તેની 200મી મેચમાં 28 બોલમાં માત્ર નવ રન જ બનાવી શકી હતી. આ ઉપરાંત મિતાલી 10 ટેસ્ટ અને 85 ટી-20 મેચ પણ રમી ચૂકી છે.

જોકે ગત વર્ષ મિતાલીએ એપ્રિલમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સની 191 મેચનો વર્લ્ડ રેકોર્ડ પાછળ છોડી દીધો હતો. મિતાલીએ વનડેમાં પદાર્પણ જૂન 1999માં કર્યું હતું અને આયર્લેન્ડ સામે પોતાની વનડે કારકિર્દીની તેણે પ્રથમ મેચ રમી હતી.

 

Tags:    

Similar News