યુપીએ સરકારના પુર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમની ધરપકડ કરતી સીબીઆઇ

Update: 2019-08-21 16:15 GMT

આઇએનએકસ મિડીયામાં કથિત લાંચ લેવાના આરોપસર સીબીઆઇએ બુધવારની મોડી સાંજે યુપીએ સરકારમાં ગૃહમંત્રી રહી ચુકેલા પી.ચીંદમ્બરમની અટક કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તાત્કાલીક સુનાવણી કરવાનો ઇન્કાર કરતાં સવારથી જ પી. ચિંદમ્બરની ધરપકડના ભણકારા વાગી રહયાં હતાં.

બુધવારની મોડી સાંજે પી. ચીંદમ્બરે દીલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી તેમની ઉપર લાગેલા તમામ આક્ષેપોને ફગાવી પોતે ન્યાયતંત્ર અને કાયદાનું સન્માન કરતાં હોવાનું જણાવ્યું હતું. સીબીઆઇની ટીમ કોંગ્રેસ મુખ્યાલય ખાતે પહોંચી હતી પણ ચિંદમ્બરમાં ત્યાંથી નીકળી ગયાં હતાં. ત્યારબાદ સીબીઆઇની ટીમ પી.ચીંદમ્બરના ઘરે પહોંચી હતી. જયાંથી તેમની અટક કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે. દેશના પુર્વ ગૃહમંત્રીની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થતાં રાજકારણ ગરમાયું છે.

Tags:    

Similar News