રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ભિક્ષાની આડમાં ચોરીને અંજામ આપતી મહિલાની કરી ધરપકડ

Update: 2017-07-05 12:59 GMT

રાજકોટમાં ભિક્ષા માંગવાની આડમાં રોકડ સહિત ચોરીનાં ગુનાઓને અંજામ આપતી એક શાતિર મહિલાની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી હતી.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે બિગ બજાર પાસે આવેલ જગન્નાથ સોસાયટીના એક મકાનમાં દરવાજા પાસે રહેલી એક થેલીમાં રોકડ રકમ હતી, જેની એક શકમંદ મહિલાએ ચોરી કરી છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે તપાસ શરુ કરી હતી.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં જ સીસીટીવી ફુટેજના આધારે લીલા ઉર્ફે લીલુ ધિરૂભાઈ વાઘેલાની ધરપકડ કરી હતી. અને રૂપિયા 2.97 લાખની રોકડ પણ પોલીસે રિકવર કરી હતી.

રાજકોટના સાત પોલીસ મથકોની હદમાં ઘરફોડ ચોરીને આ મહિલાએ અંજામ આપ્યો હોવાની કબુલાત પણ પોલીસ પુછપરછમાં કરી હતી. અને મહિલા વિરુદ્ધ અત્યાર સુધીમાં 7 જેટલા ચોરીના ગુના નોંધાયા છે.

Similar News