રાજકોટ મહાનગરપાલિકામાં પદ ન મળતા કોર્પોરેટરો નારાજ

Update: 2018-06-17 07:14 GMT

  • નારાજ કોર્પોરેટર ને નેતાઓએ કર્યા મનામણા

  • દુર્ગાબાને ભવિષ્યમાં સારો હોદાની ખાત્રી : બાબુભાઇ આહીરે પણ પોતાનું ચેરમેન પદ સ્વીકારીયું

રાજકોટ મહાનગરપાલિકામાં પધિકારીઓની બે દિવસ પહેલા નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પદ ન મળતા સીએમ વિસ્તારના જ બે કોર્પોરેટર નારાજ થતા નેતાઓએ મનાવવા દોડી જવું પડ્યું હતું. નારાજ કોર્પોરેટરોના 300થી વધુ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં પદ ન મળતા વોર્ડ નં.1ના કોર્પોરેટર બાબુભાઇ આહીર અને દુર્ગાબેન જાડેજા નારાજ થયા છે. આથી 300થી વધુ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બન્ને કોર્પોરેટરને મનાવવા ભાજપના શહેર પ્રમુખ કમલેશ મિરાણી અને નીતિન ભારદ્વાજ દોડી ગયા હતા. બન્ને કોર્પોરેટરોએ માંગ ન સ્વીકારાય તો રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ બન્નેને ખાત્રી અપાતા ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. દુર્ગાબેનને ભવિષ્યમાં સારો હોદ્દો આપવામાં આવશે તેવી ખાત્રી અપાઇ અને બાબુભાઇએ પણ પોતાનું ચેરમેન પદ સ્વીકાર્યું છે.

Tags:    

Similar News