રાજકોટમાં ગેંગવોરમાં ફાયરીંગ મામલે 8 શખ્સોની પોલીસે કરી ધરપકડ

Update: 2018-02-14 12:53 GMT

રાજકોટ જામનગર રોડ પર એક સપ્તાહ પહેલા ફાયરીંગની ઘટના બની હતી. જે ઘટનામાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે.

તાજેતરમાં જ હિસ્ટ્રીશીટર ઈકબાલ નામનાં શખ્સ પર બે રાઉન્ડ ફાયરીંગ તેની સાથે જે તે સમયે ગેંગમાં કામ કરતા રઝાક સોપારી અને તેના સાગ્રીતો દ્વારા કરવામાં આવ્યુ હતુ. જોકે ફાયરીંગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી. જેથી આ ગુનામાં પોલીસે હત્યાની કોશિષની ફરિયાદ નોંધી તપાસ આગળ ધપાવી હતી.

તારીખ 6 ફેબ્રુઆરીનાં રોજ રઝાક સોપારી અને તેના સાગ્રીતોએ ઈકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઈ નાયકની કારનો પીછો કરી રહ્યા હતા. તે સમયે જાનથી મારી નાખવા ઈકબાલની કાર પર ફાયરીંગ પણ કરી હતુ. પરંતુ ઈકબાલને જાનહાની થવા પામી નહોતી.

પોલીસે ઈકબાલની ફરિયાદ પર થી રઝાક ઉર્ફે સોપારી સહિત આઠ શખ્સોની ધરપકડ કરી છે. તો સાથો સાથ ગુનાનાં કામે વપરાયેલ ત્રણ કાર પણ કબ્જે લેવામાં આવી છે. તેમજ ગુનામાં વપરાયેલ એક પિસ્તલ તેમજ ત્રણ કાર્તુસ પણ કબ્જે કરવામાં આવ્યા છે.

 

Similar News