રાજકોટમાં પ્રથમ વખત ટેસ્ટ મેચના આયોજનથી લોકોમાં ઉત્સાહ

Update: 2016-11-04 06:20 GMT

રાજકોટીયનોમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓને આવકારવા માટે થનગનાટ

રંગીલા રાજકોટના આંગણે પ્રથમ વખત ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે ટેસ્ટ મેચ રમાવાની છે. તારીખ 9થી 13 નવેમ્બર સુધી ટેસ્ટ મેચનો જંગ છેડાશે, ત્યારે બંને ટીમોને આવકારવા માટે રાજકોટવાસીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

 

ભારતની ક્રિકેટ ટીમ રાજકોટની ઇમ્પિરિયલ અને ઇંગ્લેન્ડની ટીમનું રોકાણ હોટેલ ફોર્ચ્યુનમાં કરવામાં આવ્યુ છે, અને હોટલોને પણ ક્રિકેટનો લુક આપવામાં આવ્યો છે.

હોટલ ફોર્ચ્યુનમાં રોકાણ કરશે ટીમ ઇંગ્લેન્ડ.

ઇંગ્લેન્ડની ટીમનું રોકાણ હોટલ ફોર્ચ્યુનમાં હોઈ જેથી આ હોટલને અત્યારથી ક્રિકેટ નો લુક આપવામાં આવી રહ્યો છે.

ટીમ ઇંગ્લેડના કપ્તાન માટે તૈયાર કરાયો રૂમ

રાજકોટની હોટેલ ફોર્ચ્યુનમાં ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓના રૂમ ઉપરાંત આખી હોટલમાં ક્રિકેટનો ટચ આપવામાં આવી રહ્યો છે. ઇંગ્લેન્ડની ટીમ રોજ મિટીંગ કરનાર છે તે હોટલના ૧૮ સીટર બોર્ડ રૂમને ખાસ ડિઝાઇનથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન કુક સહિત ખેલાડીઓના રૂમમાં તેઓની તસવીર તેમજ ક્રિકેટ મય માહોલ ઉભો કરાયો છે.

જયારે ટીમ ઇન્ડિયા જે હોટલ ઇમ્પિરિયલમાં રોકાણ કરવાની છે તે હોટલમાં પણ ભારતીય ટીમના ખેલાડીઓના ફોટો ગ્રાફ્સ, બેનરો લગાડવામાં આવ્યા છે અને ટીમ ને ઉમળકાભેર આવકારવા માટેની રાહ જોવાય રહી છે.

 

 

Similar News