રાજપીપલામાં વીજ કચેરીના ધાંધિયા : આડેધડ વીજ બીલો અને LED બલ્બનો પણ ઉમેરો કરાયો 

Update: 2019-03-17 15:50 GMT

માર્કેટ દરે LED બલ્બ લીધા જેની સબસીડી કાપવા કરતા વીજ બિલમાં વધારો થઈ ને આવતા રોષ ફેલાયો

રાજપીપલા નર્મદા જિલ્લાની દક્ષિણ ગુજરાત વીજ કામની ના કર્મચારીઓની ભૂલ કારણે આજે વીજ ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. આડેધડ બીલો અને જેમાં પણ એટલી ભૂલો કરે છે. કચેરીએ સુધારવા જાય તો સરખો જવાબ નથી મળતો માથે વીજ કંપનીની કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો છે.

 

તાજેતરમાં LED બલ્બ જે ઉજાલા યોજનામાં રાહતદરે આપવા માં આવે છે. જે રૂપિયા બીલોમાં ચઢાવી આપવામાં આવે છે. ત્યારે હાલ કેટલાય એવા ગ્રાહકો છે કે જેમેણે માર્કેટ દરે લીધા છે. જેમને સબસીડી કાપીને આપવાની હોય છે. જેને બદલે આવા ગ્રાહકોના રૂપિયા વીજ કંપની વાળા વધારી ને મોકલે છે. જે બાબત ની લેખિત રજૂઆત કરવા છતાં કરતા સુધારો કર્યો નહિ અને દર બિલે વધારો કરી ને મોકલતા ગ્રાહકોમાં હોબાળો મચ્યો હતો.

આ બાબતે કાછીયાવાડના ગ્રાહક એવા પિયુષકાન્ત ચંદુલાલ પટેલે લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે રાજપીપળાની વીજ કચેરીમાં કર્મચારીઓ કોઈ ગ્રાહકોનું સાંભળતું નથી સરકારી યોજના તેમની કામગીરી ને કારણે લોકો પરેશાન થાય છે અને લાભ થી વાંછિત રહી જાય છે. મેં માર્કેટ ભાવે LED બલ્બ ખરીદયા સબસીડી કાપવાની વાત દૂર પણ જે બલ્બ ખરીદીને લાવ્યા એજ બિલના ફરી રૂપિયા ઉમેરી ને વીજ બિલ આપ્યું જે ની લેખિતમાં ફરિયાદ કરી છતાં એ ભૂલ છેલ્લા 6 મહિનાથી સુધરતી નથી એટલે આ વહીવટ કેવો કહેવાય કઈ સમજણ પડતી નથી આવા અનઘડ વહીવટ ને કારણે સામાન્ય લોકો પરેશાન થાય છે. જેથી મુખ્ય આધિકારીઓ ધ્યાન આપે અને વહીવટ બરોબર કરે એવી પણ મેં લેખિત રજૂઆત કરી છે.

 

 

Tags:    

Similar News