લોકસભા ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટીએ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપની આ કુલ 21મા યાદી છે. જેમાં ગોરખપુર સીટ પરથી ભોજપુરી એક્ટર રવિ કિશનને ટિકિટ ફાળવવામાં આવે છે. ભાજપે સૌથી મોટો દાવ ગોરખપુરમાં રમ્યો છે.
અહીંયા સીએમ યોગી આદિત્યનાથની પ્રતિષ્ઠા દાવ પર હતી. બીજેપી અહીંયા પેટા ચૂંટણી હાર્યું હતું. ત્યારથી તેઓ ગઠબંધનનો કેવી રીતે સામનો કરવો તેનું આયોજન કરતું હતું. આ કારણે અહીંયા ભોજપુરી એક્ટર રવિ કિશનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. દેવરિયાથી રમાપતિ રામ ત્રિપાઠીને ટિકિટ આપવામાં આવી છે.