વડોદરા શહેરમાં વાહનોની ડીકી તોડીને ચોરી કરતો આરોપી ઝડપાયો

Update: 2017-10-04 10:48 GMT

વડોદરા શહેરમાં વાહન ચોરી ઉપરાંત એક્ટિવાની ડીકી માંથી સામાનની ચોરીને અંજામ આપતા એક શખ્સની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વારસીયા રોડ પોપ્યુલર બેકરી પાસેથી શંકાસ્પદ એકટીવા મોપેડ સાથે સતિષ કંચનભાઇ તડવીને પોલીસે અટકાવ્યો હતો. અને એક્ટિવાનાં જરૂરી દસ્તાવેજી પુરાવા માંગતા તે પોલીસને આપી શક્યો નહતો.

પોલીસની આકરી પૂછપરછમાં તેને આ એક્ટિવા ચોરીનો ગુનો કબુલ્યો હતો, અને એક્ટિવાની નંબર પ્લેટ બદલીને શહેરનાં જુદાજુદા વિસ્તારોમાં પાર્ક કરેલી એક્ટિવાની ડીકી માંથી સામાન ચોરીની કબૂલાત પણ તેને કરી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સતિષ તડવીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

 

Similar News