વલસાડ પારડીના રામલાલા યુવક મંડળનો શેરીગરબો પ્રથમ ક્રમે વિજેતા

Update: 2019-10-15 11:14 GMT

નવરાત્રિ, શરદપૂનમ પછી દિવાળીના આગમન સાથે આથમતા ગરબાની ધૂન પડઘાઇ રહી છે, શેરીનો ગરબો આથમી રહ્ના છે અને પાર્ટી પ્લોટના ગરબાએ ઇજારો લઇ રહ્ના છે ત્યારે સૂરતની નવરંગ અકાદમીએ અખીલ ગુજરાત ગરબા સ્પર્ધાનું આયોજન કરી નવતર ચીલો ચાતર્યો છે.

આ સ્પર્ધામાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રની ગરબા સંસ્થાઓએ વિવિધ વિભાગોમાં રજૂ થયેલા ૧૫૬ ગરબાઓ પૈકી દક્ષિણ ગુજરાતના ગરબાએ અભૂતપૂર્વ દેખાવ કરી આકર્ષણ જમાવ્યું હતું. જેમાં ભાઇઓ અને બહેનોની ટીમ વચ્ચે થયેલ સંયુક્ત સ્પર્ધામાં રામલાલા યુવક મંડળ વલસાડ પારડી, તા.જિ.વલસાડે પ્રથમ નંબર હાંસલ કર્યો હતો. આ ગરબાની ખુબી એ છે કે, શિવ પાર્વતી ઉપર રચાયેલી આ માત્ર એક અને અજાડ ગરબો છે. નરસિંહ મહેતાએ ભજનમાં પાર્વતીનો શંકર ઉપર આક્ષેપ દર્શાવ્યો છે કે, જટામાં તમે એક સ્ત્રીને સાથે રાખો છે. આજ વિષય ઉપર સતીષ દેસાઇ લિખીત રચનાએ પ્રેક્ષાગારમાં કુતુહલ સાથે આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરાવી હતી. સતીષભાઇના માર્ગદર્શનમાં ગરબા ગાયક જય દિલીપભાઇ, સંગીત સંચાલકો વિવેક કિશોરભાઇ, રાજેશ શરદચંદ્ર, મીત ભરતભાઇએ પણ પોતાનો કસબ દેખાડ્યો હતો. ગરબાની શરૂઆતમાં અને મધ્યમાં જયકાર થાય છે, જે ગરબાની પૂરાતન પરંપરાને ઉજાગર કરે છે. ભાર્ગવ સતીષચંદ્ર અને પાર્થ મુકેશભાઇના જયનાદથી વાતાવરણ હિલોળે ચઢે છે.

Similar News