શિક્ષકો અંગે વિવાદીત નિવેદન આપ્યા બાદ કર્યો સાંસદ મનસુખ વસાવાએ ખુલાસો

Update: 2018-06-16 08:46 GMT

ભલે મને શિક્ષણમંત્રી ખોટો ઠેરવે, ગુજરાતભરમાં મને લોકોએ સાચો
ઠેરવ્યો છે

નર્મદા જીલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન વાવડી ગામે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ શિક્ષકોને દારૂડીયા અને જુગારીયા ગણાવ્યા બાદ ઉભા થયેલા વિવાદમાં ખુદ શિક્ષણ મંત્રીએ મનસુખભાઇને ખોટા ગણાવ્યા હતા.

જે વિવાદ અંગે આજે ફરી એક વાર મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો કે, મેં માત્ર ડેડીયાપાડા પુરતી જ આ વાત કરી છે અને આજે પણ હું એ વાત પર કાયમ છું. ભલે મને શિક્ષણમંત્રી ખોટો ઠેરવે પણ ગુજરાતભરમાં મને લોકોએ સાચો ઠેરવ્યો છે. ગુજરાતમાંથી શુભેચ્છક મિત્રોનાં ફોન આવ્યા છે અને અભિનંદન આપ્યા છે.

વધુમાં તેમણે કહ્યું કે, શિક્ષણમંત્રીએ ગઇ કાલે જણાવ્યુ હતુ કે જો મનસુખભાઇ પાસે માહીતી હોય તો તેઓ તંત્રને આપે પણ હું કોઇને સસ્પેંડ નથી કરાવવા માંગતો અને મેં આખા ગુજરાતનાં શિક્ષકોને માટે આ નિવેદન નથી આપયું. પણ માત્ર ડેડીયાપાડા નાં શિક્ષકો આમ કરે છે તેના પર જ કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બે દીવસ પહેલા સાંસદના આવા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં એક નવો જ વિવાદ ઉભો થયો છે અને રાજપીપલાનાં કોંગ્રેસી ધારાસભ્યએ પણ સાંસદ મનસુખભાઇને સાચા ઠેરવ્યા અને શિક્ષણ મંત્રીએ ખોટા ઠેરવ્યાનાં વિવાદ વચ્ચે ફરી એક વાર મનસુખભાઇ એ ડેડીયાપાડાનાં શિક્ષકો દારૂ જુગારનાં વ્યસન સાથે જોડાયેલા હોવાનું અને આખા ગુજરાતમાંથી અભિનંદન મળયા હોવાનું જણાવ્યું હતું.

Similar News