શેર એ પંજાબ હોટલ કંપાઉન્ડમાંથી જુગારધામ ઝડપાયુ

Update: 2016-09-22 12:02 GMT

રૂપિયા આપીને ટોકન લઈને જુગારીયાઓ જુગાર રમતા હતા

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના મુલદ ગામ નજીક આવેલ શેર એ પંજાબ હોટલના કંપાઉન્ડના એક મકાનમાં જુગારધામ ધમધમી રહ્યુ હતુ. જેના પર પોલીસે રેડ કરીને 11 જુગારીયાઓને ઝડપી લીધા હતા. જોકે આટલી મોટી રેડમાં પોલીસને માત્ર 4170 રૂપિયાનો જ મુદ્દામાલ મળતા આશ્ચર્ય સર્જાયુ હતુ.

ઝગડીયા તાલુકાના મુલદ ગામ નજીક આવેલ અને ગેરકાયદેસર પ્રવૃતિઓથી વિવાદમાં રહેતી શેર એ પંજાબ હોટલના કંપાઉન્ડમાં હોટલ માલિક ગુરુબચ્ચન સીંગ ઉર્ફે ભીખા સરદાર ગુરુદેવસિંગ અઠ્ઠીનું જગરાજ જીમખાના પ્રા.લીનું મકાન આવેલુ છે. આ મકાનમાં કેશિયર તરીકે કામ કરતા નરેશકુમાર જોરાભાઈ મહેતા દ્વારા રૂપિયા લઈને ટોકન આપીને પત્તાપાનાનો જુગાર રમાડવામાં આવતો હતો. જે અંગેની બાતમી ઝગડીયા પોલીસને મળતા પોલીસે જુગાર ધામ પર રેડ કરી હતી.

પોલીસની રેડથી જુગારીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે નરેશ જોર મહેતા, ચંપક ઈશ્વર પટેલ, અજીજ આદમ સરીગત, ગુલામ શબ્બીર નૌશ, હાસમ ઈબ્રાહીમ બાગી, અબ્દુલ રસીદ મલેક, રજનીકાંત શંકર પટેલ, મહમદ ઈદ્રીશ શેખ, સિરાજ મહમદ, સિરાજ રસુલ પઠાણ, જીતસિંહ ભવાનીસિંહ સિંધાનાઓની જુગાર રમતા રંગેહાથ ધરપકડ કરી હતી અને રૂપિયા 4170નો રોકડ મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. જોકે 11 જુગારીયા ઝડપાયા હોવા છતાં પોલીસને માત્ર 4170 રૂપિયાનો જ મુદ્દામાલ મળતા આશ્ચર્ય સર્જાયુ હતુ.

Tags:    

Similar News