સંતરામપુર : કેનપુર ગામમાં બે વિદ્યાર્થીઓના અપમૃત્યુ કેસમાં પરિવારોને અઢી લાખની સહાય ચુકવવામાં આવી

Update: 2019-08-21 14:59 GMT

સંતરામપુર તાલુકાના કેનપુર ગામમાં ટેકનીકલ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળાના બે વિદ્યાર્થીઓના અપમૃત્યુ કેસમાં મહિસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડના હસ્તે બાળકોના પરિવારની રૂપિયા અઢી લાખ સહાયની ચૂકવણી કરવામાં આવી છે.

સંતરામપુર તાલુકાના કેનપુર ગામમાં ટેકનીકલ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં ગઈ તા.૧૫/૦૮/૨૦૧૯ના રોજ ૧૫ ઓગસ્ટ અને રક્ષાબંધનના દિવસે શાળાના બે વિદ્યાર્થીઓને કરંટ લાગવાથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાની ગુજરાતભરમાં હલચલ મચી ગઈ હતી અને સંતરામપુર તાલુકામાં અને ગામની અંદર શોક અને ગમી છવાઈ ગઈ હતી.

આજ રોજ સંતરામપુર તાલુકાના કેનપુર ગ્રામ પંચાયત ખાતે બન્ને વિદ્યાર્થીઓના પરિવારોને બોલાવીને ગુજરાત સરકાર માંથી ₹ ૨,૦૦,૦૦૦/- અને એમ.જી.વી.સી.એલ. માંથી ₹ ૫૦,૦૦૦/- કુલ મળીને બન્ને પરિવારોને અઢી લાખ રૂપિયા સહાય ચૂકવવામાં આવી હતી. આ સહાય ચૂકવવા માટે મહિસાગર જિલ્લાના કલેક્ટર આર.બી બારડ, મામલતદાર, પ્રાંત અધિકારી એન.કે.પરીખ, સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોર, મહિસાગર જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીએ આ પરિવારને મુલાકાત પણ લીધી હતી અને બન્ને વિદ્યાર્થીઓના આત્માની શાંતિ મળે એ માટે બે મિનિટ મૌન રાખીને પ્રાર્થના કરી લાગણી વ્યક્ત કરી હતી. મહિસાગર જિલ્લાના કલેકટર, સંતરામપુરના ધારાસભ્ય અને તમામ અધિકારીઓએ આ પરિવારને અને ગ્રામજનોને ફરી આવી કોઈ ઘટના ન બને તે માટેની બાંહેધરી આપવામાં આવી હતી.

આ ઘટના બન્યાના ગણતરીના દિવસોમાં જ બન્ને બાળકોના પરિવારોને ગુજરાત સરકારમાંથી સહાય માટે સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોરે ભલામણ કરી તાત્કાલિક સહાય મંજુર કરાવી હતી. આ બન્ને પરિવારોને સરકાર તરફથી કુલ રૂપિયા પાંચ લાખની સહાય ચુકવણી કરવામાં આવી છે તેમજ ટેકનીકલ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં જે સ્થળે ઘટના બની હતી ત્યાં કલેકટર સહિત તમામ અધિકારીઓએ તે સ્થળનું નિરિક્ષણ અને મુલાકાત પણ લીધી હતી.

 

Tags:    

Similar News