સુમુલ ડેરીનાં ડાયરેક્ટર ઉપર પશુપાલકોએ શાહી ફેંકી, દૂધનો યોગ્ય ભાવ ન મળતાં વિરોધ

Update: 2018-06-02 07:30 GMT

પશુપાલકો દ્વારા હાલમાં ચાલી રહેલા આંદોલન દરમિયાન તાપીમાં સુમુલ ડેરીનાં ડાયરેક્ટર પર શાહી ફેંકવાની ઘટના સામે આવી છે. આ સાથે જ જિલ્લા ભાજપનાં પ્રમુખ પર પણ શાહી ફેંકવામાં આવી છે. પશુપાલકોને દૂધનો યોગ્ય ભાવ ન મળતાં પત્રકાર પરિષદ દરમિયાન સુમુલ ડેરીનાં ડાયરેક્ટર પ્રવીણ ગામીત અને જિલ્લા ભાજપ પ્રમુખ જયરામ ગામીત પર સ્યાહી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આ સાથે પશુપાલકોએ તમામ ડિરેક્ટરોનાં રાજીનામાની પણ માંગ કરી છે. પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો યોગ્ય ભાવ આપવામાં નહિં આવે તો સુમુલ ડેરીનો ઘેરાવ કરીને વિરોધ કરવામાં આવશે. આ સાથે પશુપાલકો ડેરીમાં દૂઘ આપવાનું બંધ કરી દેશે. ઉપરાંત પશુપાલકોએ ‘પ્રવિણ ગામિત હાય હાય’નાં નારા પણ લગાવ્યા હતા. પશુપાલકોએ પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જો કે પોલીસ દ્વારા તમામ પશુપાલકોની અટકાયત કરવામાં આવી હતી.

Similar News