સુરત : વિદેશી ચલણ સહિત સોનાના દાગીનાની ચોરી, તસ્કરોની કરતૂત થઈ સીસીટીવીમાં કેદ

Update: 2019-11-15 12:09 GMT

સુરતના કતારગામ વિસ્તરમાં

આવેલ સર્જન સોસાયટીમાં બંધ

ઘરને નિશાન બનાવી તસ્કરો રોકડ રકમ અને

સોનાના દાગીના તેમજ વિદેશી ચલણ સહિત તિજોરી લઈ ફરાર થઈ ગયા હતા. ઘરની નજીકમાં

લાગેલ સીસીટીવી કેમેરામાં ચોરી કરવા આવેલા બન્ને તસ્કરો કેદ થઈ ગયા હતા.

સુરત કતારગામ ખાતે આવેલ સર્જન સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર

પાનસૂરિયા દિવાળીની રજાને લઇ પરિવાર સાથે વતન ગયા હતા. તસ્કરોએ બંધ મકાનનો લાભ લઈ

રાત્રી દરમિયાન ઘરમાં પ્રવેશ કરી ઘરના તિજોરીમાં રાખેલ રોકડ રકમ રૂપિયા 60000 હજાર તથા સોનાની

પેન્ડલ બુટી અને વિદેશી ચલણ જેમાં 1200થી વધુ અલગ અલગ દેશનું છૂટક ચલણ

સહિત તિજોરી લઈને ફરાર થઈ ગયા હતા. જીતેન્દ્રભાઈ વતન ફરીને

પરત ફરતા સમગ્ર ચોરીની ઘટના સામે આવી હતી. ઘટના વિશે કતારગામ પોલીસને જાણ કરતા

તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા

ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં ચોરી કરવા આવેલ બન્ને તસ્કરો કેદ થયા હતા.

હાલ તો કતારગામ પોલીસે સીસીટીવી કેમેરામાં દેખાતા બન્ને ઈસમો વિરુદ્ધ

ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News