હવે `PM નરેન્દ્ર મોદી’ની ફિલ્મ પાંચમી એપ્રિલે થશે રીલીઝ

Update: 2019-03-19 05:49 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક એક સપ્તાહ વહેલી રીલીઝ થનારી છે. અભિનેતા વિવેક ઓબેરોય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી બની રહેલી બાયોપિક ફિલ્મમાં લીડ રોલ નિભાવી રહ્યો છે.આ ફિલ્મના નિર્માતાઓએ વડાપ્રધાન મોદીની બાયોપિક પાંચમી એપ્રિલે રીલીઝ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ આ ફિલ્મ 12ની એપ્રિલે રીલીઝ થવાની હતી.

સોમવારે વહેલી સવારે વિવેક ઓબેરોયના નવ લુક સોશિયલ મીડિયા સહિત ઇન્ટરનેટ પર વાયરલ કરવામાં આવ્યા છે. વિવેક આ વિવિધ નવ લુકમાં ફિલ્મ દરમિયાન જોવા મળવાનો છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગુજરાતના અમદાવાદ સહિત વિવિધ શહેર અને ગામમાં થયુ છે.આ નવ તસવીરોમાં વિવેક ઓબેરોયે પીએમ મોદીનો દરેક અંદાજ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત તેમની બાયોપિકમાં તેમની શરૂઆતથી મુખ્યમંત્રી સુધીની સફર તેમજ 2014ની લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય સહિતના તમામ પાસાઓને આવરી લેવાયા છે. આ ફિલ્મના દિગ્દર્શક ઓમંગ કુમાર છે.

ફિલ્મમાં બોમન ઈરાની, મનોજ જોશી, પ્રશાંત નારાયણ, ઝરીના વહાબ, બરખા સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, યતિન કાર્યેકર,રમાકાંત દાયમા, અક્ષત સલુજા, જિમેશ પટેલ અને દર્શન કુમાર કામ કરી રહ્યા છે. બોલિવુડના વિતેલા જમાનાના કલાકાર સુરેશ ઓબેરોય અને આનંદ પંડિત આ ફિલ્મના સહ-નિર્માતા છે. ફિલ્મ તમિલ અને તેલુગુમાં પણ રીલીઝ થશે.

Similar News