હાંસોટ તાલુકાનો ૧૫મોં કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Update: 2019-06-17 11:57 GMT

રાજ્યમાં ખેડૂતોને ખરીફ સીઝનમાં પાકો વિષે આધુંનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ સરકારશ્રીની વિવિધ સહાય યોજનાઓ અંગે સમજ મળી રહે તે હેતુસર હાંસોટ સ્થિત એ.પી.એમ.સી.ના પટાંગણમાં આજ રોજ ૧૫ મો કૃષિ મહોત્સવ તાલુકા પંચાયત પ્રમુખ જષુબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો, અંતર્ગત ખેતીવાડી ખાતાના અધિકારીઓ અને કૃષિ વૈજ્ઞાનિક દ્વારા સજીવ ખેતી, સંકલિત પોષણ વ્યવસ્થાપન, સંકલિત રોગ, જીવાત વ્યવસ્થાપન, ટકાઉ ખેતી વિષે માર્ગદર્શન આપ્યું હતું તથા પ્રગતિશીલ ખેડુતોને ચેક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

દરમિયાન હાંસોટ તાલુકા પંચાયત કચેરી ના પ્રમુખ જષુબેન પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પીરુમિસ્ત્રી, કારોબારી સમિતિ અધ્યક્ષ હર્ષદ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય અને એ.પી.એમ.સી. ચેરમેન વલ્લભ પટેલ તથા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

Tags:    

Similar News